રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર વાતવરણે કરવટ લીધી છે. 45 ડિગ્રી અને ધોમધખતા તાપનો સામનો કરી રહેલા લોકોએ અંગદઝાડતી ગરમીથી છેલ્લા બે દિવસથી રાહત મેળવી છે. સમ્રગ રાજ્યભરમાં ભારે પવન સાથે વાતવરણમાં અચાનક પલટો આવતા લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. જણાવી દઇએ કે આ વર્ષે ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જેને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ભરઉનાળે કમોસમી વરસાદને લઇ ફરી એકવાર જગતનો તાત ચિંતિત બન્યો છે.
અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો હતો ભારે પવને લઇ હાલ જનતાને રાહતના શ્વાસ લીધાછે હવામાન વિભાગ આગાહી મુજબ આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે.અને આ વખતે વહેલો ચોમાસો બેસો તેવી શક્યતા છે.