હાલ લોકડાઉન ની સ્થિતિ માં હોમસેન્ટર માં આશરો લઈ રહેલા પરિવારો અને ગુજરાત રાજ્યના બહારથી આવેલા અથવા તો બહાર જવા માંગતા હોય તેવા લોકો ને પોતાના વતન જવા માટે સરકારે છુટ આપી એસટી બસ ની વ્યવસ્થા કરી છે ત્યારે તે માટે ડિજિટલ પદ્ધતિથી પોતાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહે છે અને જો કોઈ પ્રાઈવેટ વાહન ધરાવતા હોય તેઓ માટે રાજ્ય કે રાજ્ય બહાર જવા માટે વાઘલધારા ચેકપોસ્ટ અને મુંબઈ તરફ જવા માટે ભીલાડ ચેકપોસ્ટ ઉપર સ્ટાફની વ્યવસ્થા કરી દીધેલ છે જો કોઈપણ જાતની પરવાનગી લીધા વગર સ્થળ ઉપર જ પોતાનું ચેકઅપ કરાવી પાસ બનાવી શકે છે બાકી કોઈ જવા માંગતા હોય તેઓએ ઓનલાઇન પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેછે જે મુજબ લોકો જઈ રહ્યા છે જે અંગે સત્યની સાથે ખાસ વાતચીતમાં વલસાડના મામલતદાર મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે હાલ પોતાના વતન જવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લોકો લાભ લઇ રહયા છે જોકે બીજી તરફ બીજા રાજ્યોમાં જવા માટે મજૂર વર્ગ માટે સમસ્યા એ છેકે તે લોકોને કોઇપણ જાતની ફોર્મ ભરવાની પ્રક્રિયા ખબર નથી ત્યારે ખબર ન હોવાના કારણે તેઓ મામલતદાર ઓફિસ નગરપાલિકા ઓફિસ માં ધક્કા ખાઇ રહ્યા છે.