નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ગયા દિવસે ક્રૂડઓઇલના ભાવમાં વધારા પછી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ચાર દિવસ વધારો નોંધાયો હતો. ચાર દિવસ બાદ સોમવારે ભાવમાં રાહત મળી હતી અને કિંમતો જૂના સ્તરે રહી હતી. આ પહેલા રવિવારે પેટ્રોલ 6 પૈસા અને ડીઝલ 6 પૈસા પ્રતિ લિટર વધ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ 27 પૈસા અને ડીઝલ 29 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના દર
સોમવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ 72.03ના જૂના સ્તરે અને ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું હતું. આ ઉપરાંત રવિવારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનું વેચાણ ક્રમશ 74.76, રૂ.77.71 અને 74.86 રૂપિયા પ્રતિ લિટરમાં થઈ રહ્યું છે. કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલ ક્રમશ 67.84, 68.62 અને 69.16 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની આરામકો પર ડ્રોન એટેક પછી નિષ્ણાતોને આશા છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધુ વધારો થશે. તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળશે. ડબ્લ્યુટીઆઈ ક્રૂડ સોમવારે સવારે આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલ દીઠ 60.62 અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ દીઠ 66.89 ના સ્તરે ચાલી રહ્યો છે.