નવી દિલ્હી : બજેટ બાદ અઠવાડિયાના પહેલા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. સોમવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. આ પાંચ દિવસમાં પેટ્રોલ 56 પૈસા અને ડીઝલ 49 પૈસા સસ્તુ થયું છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં સાત પૈસા, જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં છ પૈસા પ્રતિ લિટર ઘટાડ્યા છે. તે જ સમયે, ડીઝલના ભાવમાં દિલ્હીમાં પાંચ પૈસા, કોલકાતા અને ચેન્નઇમાં આઠ પૈસા અને મુંબઇમાં નવ પૈસા પ્રતિ લિટર ઘટાડો કરવામાં આવ્યો છે.