પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે 12 મે, 2022ના રોજ યથાવત રાખવામાં આવ્યા છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 6 એપ્રિલથી રિટેલ ઈંધણના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, ઘણા શહેરોમાં તેલના ભાવ હજુ પણ રેકોર્ડ ઊંચાઈની નજીક છે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ અત્યારે સામાન્ય માણસને માત્ર એટલી જ રાહત છે કે ભાવમાં કોઈ વધારો થયો નથી.
જો ક્રૂડ ઓઈલ માર્કેટની વાત કરીએ તો ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર થઈ છે. અગાઉના સત્રમાં તેલમાં 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. હકીકતમાં, બુધવારે રશિયાએ કેટલીક યુરોપિયન ગેસ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. આ કંપનીઓએ તેલને લઈને રશિયા પર કેટલાક પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જે બાદ મોસ્કોએ વળતો જવાબ આપ્યો હતો.
એશિયન બજારોમાં ગુરુવારે વહેલી સવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 9 સેન્ટ ઘટીને $107.42 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા હતા. તે જ સમયે, WTI ક્રૂડ ફ્યુચર્સ 13 સેન્ટ ઘટીને $105.58 પ્રતિ બેરલ થયું હતું. તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયન હુમલા બાદ આ વર્ષે અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલમાં 35%નો વધારો થયો છે.
દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારના ભાવો અનુસાર દરરોજ ઇંધણ તેલના સ્થાનિક ભાવમાં સુધારો કરવામાં આવે છે. આ નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તમે ઘરે બેઠા પણ ઈંધણની કિંમત જાણી શકો છો. ઘરે બેઠા તેલની કિંમત જાણવા માટે તમારે ઈન્ડિયન ઓઈલ મેસેજ સર્વિસ હેઠળ મોબાઈલ નંબર 9224992249 પર SMS મોકલવાનો રહેશે. તમારો સંદેશ ‘RSP-પેટ્રોલ પંપ કોડ’ હશે. તમને આ કોડ ઈન્ડિયન ઓઈલના આ પેજ પરથી મળશે.