નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે છ વાગ્યે ઓઈલ કંપની ઇન્ડિય ઓઈલે પેટ્રોલ ડિઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખયનીય છે કે મેં મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર 2.69 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 3.07 નો વધી છે.
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ કેવી રીતે કરશો ચેક?
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે.
દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.