નવી દિલ્હી : 24 જૂન, બુધવારે સતત 18 માં દિવસે ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. જો કે સતત 17 દિવસના વધારા પછી આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. બુધવારે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત વધીને 79.88 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. આ વધારા સાથે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે.
નોઈડામાં ડીઝલ હજી સસ્તુ છે
નોંધપાત્ર વાત એ છે કે હજી પણ ઘણા શહેરોમાં પેટ્રોલ કરતા ડીઝલ સસ્તું છે. દિલ્હીની બાજુમાં આવેલા નોઈડામાં તે ખૂબ સસ્તું છે. ડીઝલની કિંમત નોઇડામાં 72.03 પ્રતિ લિટર, મુંબઇમાં ડીઝલની કિંમત 78.22 રૂપિયા, ચેન્નાઇમાં 77.17 રૂપિયા લીટર અને કોલકાતામાં 77.૦6 રૂપિયા લીટર છે.
ઉલ્લેખનીય એ છે કે, અન્ય દેશોમાં ડીઝલની કિંમત ઘણીવાર પેટ્રોલ કરતા વધારે રાખવામાં આવે છે. તે,નું કારણ એ છે કે તેની ઉત્પાદન કિંમત પેટ્રોલ કરતા થોડી વધારે છે. પરંતુ હજી સુધી ભારતની સરકારો તેને સબસિડી અને ટેક્સ દ્વારા સસ્તા રાખવા પ્રયાસ કરી રહી છે, કેમ કે તેનો ઉપયોગ કૃષિ, પરિવહન, વીજળી જેવા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે. ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, જ્યાં પેટ્રોલનો બેઝ પ્રાઈસ 22.11 રૂપિયા પ્રતિ લિટર છે, ત્યાં ડીઝલનો બેઝ પ્રાઈસ 22.93 રૂપિયા પ્રતિ લિટર છે.