નવી દિલ્હી: ભારતમાં હાલના દિવસોમાં પેટ્રોલની વધતી જતી કિંમતને લઈને હાહાકાર મચી ગયો છે. દેશમાં પેટ્રોલની વધતી જતી કિંમતને જોતાં, એવું લાગે છે કે આ આંકડો ટૂંક સમયમાં 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચશે. પરંતુ આજે અમે તમને એવા દેશો વિશે જણાવીશું,જ્યાં ભારત કરતા ખુબ જ સસ્તું પેટ્રોલ મળે છે.
વેનેઝુએલામાં એક લિટર પેટ્રોલની કિંમત માત્ર 60 પૈસા છે.
ઈરાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 20.36 રૂપિયા છે. તે ક્રૂડની તેની જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરે છે. તેથી તે ક્રૂડ નિકાસ કરે છે.
સુદાનમાં એક લિટર પેટ્રોલની કિંમત માત્ર 24.47 રૂપિયા છે.
કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત 24.76 રૂપિયા છે. કુવૈત તેની જરૂરિયાત કરતાં વધુ ક્રૂડ ઉત્પાદન કરે છે. તેથી તે ક્રૂડ નિકાસ કરે છે.
અલ્જેરિયામાં એક લીટર પેટ્રોલની કિંમત 25.34 રૂપિયા છે
ઇક્વાડોરમાં એક લીટર પેટ્રોલ 27.93 રૂપિયામાં વેચાય છે.
નાઇજિરીયામાં એક લીટર પેટ્રોલ 29.41 રૂપિયામાં વેચવામાં આવે છે.
તુર્કમેનિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ. 30.57 છે.
ઇજિપ્તમાં એક લિટર પેટ્રોલ 30.91 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
કઝાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલનો ભાવ રૂ. 34.86 છે.