છોટાઉદેપુર ખાતે આવેલ અજમેરી પેટ્રોલ પમ્પ ની જમીન જિલ્લા કલેકટર વડોદરા એ આપી હતી આ જમીન લીઝપેટે ભારત પેટ્રોલિયમ ને આપી હતી લીઝની મુદ્દત 1981મા પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ રીન્યુ ના કરાવતા આ જમીન સરકાર ની હોવાથી છેલ્લા સાડત્રીસ વર્ષ થી વગર પરવાનગી એ પેટ્રોલ પમ્પ ચાલતો હોવાથી બે કરોડ એકત્રીસ લાખ તેંત્રીસ હજારની રકમ વસુલવા તેમજ જગ્યા ખાલી કરાવવા માટે ડેપ્યુટી કલેકટરે હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે પેટ્રોલ પમ્પ ની જગ્યા સરકાર હસ્તક લેવા માટે કાર્યવાહી કરવાનો છોટાઉદેપુર મામલતદાર ને હુકમ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર ખાતે પેટ્રોલ પમ્પ ની સુવિદ્યા ઊભી કરવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેસન દ્વારા વાણિજ્ય હેતુ માટે સંન 1976 મા વડોદરા જિલ્લા કલેકટર પાસે પેટ્રોલ પમ્પ માટે જમીન માઁગી હતી જિલ્લા કલેકટર દ્વારા પેટ્રોલ પમ્પ ની સુવિદ્યા ઊભી થાય તે માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેસન ને જમીન આપી હતી જેનો ભાડા કરાર તા.25-07-1981 ના રોજ પૂર્ણ થતો હતો પરઁતુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન તેમજ અજમેરી પેટ્રોલ પમ્પ ના માલિક સરકારની જમીનનો કરાર રીન્યુ ન કરાવતા સમગ્ર મામલો પ્રકાશ મા આવ્યો હતો અને નવ રચિત છોટાઉદેપુર જિલ્લો બનતા અજમેરી પેટ્રોલ પમ્પ ને સરકારી જમીન આપવામા આવી હતી તેનો કરાર રીન્યુ થયેલ ના હોવાથી સરકારી જમીનની જંત્રી પ્રમાણે ભાડાની રકમ બે કરોડ એકત્રીસ લાખ તેંત્રીસ હજાર ની રકમ વસુલવા માટે છોટાઉદેપુર ડેપ્યુટી કલેકટર દ્વારા સાઈઠ દિવસ મા રકમ ભરવા નો હુકમ કરાયો છે હાલમાં પેટ્રોલ પમ્પ મોકાની જગ્યા ઉપર છે જ્યારે ભાડા ની રકમસાઈઠ દિવસ મા ના ભરે તો પેટ્રોલ પમ્પની જગ્યા ખાલી કરવાની કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી કલેકટર દ્વારા મામલતદાર ને આદેશ કરાયો છે
મામલતદાર છોટાઉદેપુર ને સમગ્ર બાબતે પૂછતા તેઓના જણાવ્યા મુજબ પેટ્રોલ પમ્પ ના માલિક ભાડા પટ્ટો પૂર્ણ થઈ ગયા પછી પણ સાડત્રીસ વર્ષ થી પેટ્રોલ પમ્પ ચલાવતા હતા. મોડી સાંજે દોઢ કલાકની ચર્ચા બાદ મામલતદાર છોટાઉદેપુર એ અજમેરી પેટ્રોલ પમ્પ ને સીલ કરવામા આવ્યું