સ્પાઈસ જેટ એરલાઈન્સની એનિવર્સરી ઓફરને ટક્કર આપવા માટે ઈન્ડીગો એરલાઈન્સે એક ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યું છે. આ ઓફર મુજબ નિર્ધારિક કરેલા ચોક્કસ સમય દરમિયાન અમુક નિશ્ચિત કરેલા માર્ગો પર માત્ર 11રૂ.ના બેસિક ભાડાથી મુસાફરી કરી શકાશે. કેટલાક હોલિ-ડે ડેસ્ટીનેસન અને નક્કી કરેલા રૂટ પર બેસિક ભાડા સાથે તમામ સમાવેશક ભાડું 899થી શરૂ થશે તેવી જાહેરાત પણ કરી છે. આ ઓફરનો લાભ 23 મેથી 28 મે સુધી બુકિંગ કરાવીને મેળવી શકાશે, અને 26 જૂન 2017થી 24 માર્ચ 2018 સુધી મુસાફરી કરી શકશે. આ માટે ઓછામાં ઓછું ભાડું 11 રૂ. હશે.
શું હશે ઓફર મેળવવા માટેની શરતો
આ ઓફર કેટલાક સેલેક્ટેડ રૂટ અને ફ્લાઈટ પર માન્ય હશે.
આ ઓફર માત્ર નોન-સ્ટોપ ફ્લાઈટ્સ પર લાગૂ પડશે.
આ ઓફરનો લાભ ગ્રૂપ બુકિંગ પર નહીં મળે.
મુસાફરોને આ ઓફરમાં ટિકીટનું રિફંડ નહીં મળે, જો ટિકીટ કેન્સલ કરવામાં આવશે તો માત્ર અધિકૃત ટેક્સ રિફંડ કરવામાં આવશે.
જો તમે પ્રવાસીય માર્ગને બદલવા માંગતા હોય તો નિયમ મુજબની જરૂરી ફી અને ભાડામાં ફેરફારની રકમ ચૂકવીને તમે બદલાવી શકો છો.