કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચુંટણીના પ્રચાર માટે ગુજરાતનો ખુબ પ્રવાસ કર્યો તે પ્રવાસ દરમિયા કોંગ્રેસ માટે સારો માહોલ બની રહ્યો હતો. રાહુલ ગાંધીએ જીએસટી ટેક્ષને ગબ્બર સિંહ ટેક્ષ ગણાવવો અને નોટબંધીને લઇને તેમણે મોદી ઉપર કરેલા પ્રહારો સફળ થતા જોવા મળી રહ્યા હતા. રાહુલ ગાંઘીએ તેમના પ્રચાર દરમિયા તેમણે જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રચાર કરતા રહ્યા અને તેજ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તે ચુંટણી પ્રચાર કરતા રહ્યા.જ્યારે રાહુલે મોદી સરકારને ચા વાળો કહ્યો અને ભાજપ સામે આ મુદ્દો સામે આવ્યો આ જ મુદ્દાને લઇ ભાજપે કોંગ્રેસને આડે હાથે લઇ તેમના વિરુદ્ધમાં પ્રચાર શરુ કર્યો. રાહુલ માટે આ મુદ્દો ભારે પડ્યો હોય એવુ લાગી રહ્યુ છે. મોદીએ તેમના ગુજરાત પ્રચાર દરમિયાન કહ્યુ કે કોંગ્રેસ મને ના પસંદ કરે છે. કેમકે હુ ગરીબ પરિવારથી છુ અને પી.એમ. બની ગયો. મોદીએ કહ્યુ હા મે ચા વેંચી છે. પણ હું દેશ વેંચવાનુ કામ નહી કરુ હુ કોંગ્રેસનો આદર કરુ છુ તે ગરીબોની મજાકના ઉડાડે.