વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સી પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ ખાતે હવાઇ સફર કરીને જશે. અને તે પછી રોડમાર્ગે તે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી જશે. નોંધનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટથી તેમનું આ સી પ્લેન ઉડીને ધરોઇ ડેમના સરોવરમાં ઉતરશે. અને બપોરે 2:30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. તમને જણાવી દઈએ કે સ્પાઇસ જેટની કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી આ સી પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કર્યું છે. આ સી-પ્લેનને જોવા માટે રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
દેશમાં આ પ્રકારના વિમાનમાં અત્યાર સુધીની આ પહેલી ઉડાન હશે. PM મોદી તે સી-પ્લેનથી જ પરત આવશે. PM મોદીએ રેલીમાં કહ્યુ હતું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સી-પ્લેન સાબરમતી નદી પર ઉતરશે. હું ધરોઈ ડેમમાં ઉતર્યા બાદ સી-પ્લેનથી અંબાજી જઈશ અને પરત આવીશ.