પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ ધોનીને એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું છે કે તમે તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.
ધોની માટે મોદીએ કહ્યું કે,મુશ્કેલ પરિસ્થિતિઓથી ટીમને બહાર કાઢવી એ તમારી ખૂબી રહી છે. મેચ પૂરી કરવાની તમારી શૈલી પણ અદભૂત રહી છે. 2011ના વર્લ્ડ કપની ફાઇનલ લોકોને હંમેશા યાદ રહેશે.પરંતુ મહેન્દ્રસિંહ ધોનીનું નામ માત્ર કરિયર સ્ટેટેસ્ટિક્સ કે કોઈ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે જ યાદ રાખવામાં નહિ આવે. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવા અન્યાય સમાન ગણાશે. તમારી રમત અને લોકો પર પ્રભાવ રહ્યો છે.
ધોનીએ PMનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, “એક કલાકાર, સૈનિક અને ખેલાડી એ જ ઈચ્છે છે કે તેમને પ્રોત્સાહન મળે અને તેમની મહેનત અને બલિદાનને યાદ રાખવામાં આવે. પ્રશંસા અને શુભેચ્છાઓ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.”