વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અાજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને સંબોધન કર્યું હતું. PM નરેન્દ્ર મોદી બેઠકને સંબોધન કરતા બે વખત ભાવુક થઇ ગયા હતા. PMએ સંબોધન કરતાં જુના દિવસો યાદ કર્યા હતા. ગુજરાત-હિમાચલની જીતને લઇને PM મોદીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ઘણી મહેનત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના કામકાજની પણ પ્રશંસા કરી હતી.ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત મળ્યા બાદ ભાજપામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાને સાંસદોને જનતા સાથે સંવાદ ચાલુ રાખવાની સલાહ આપી.તેમજ કામ કરતા રહેવાની પણ સલાહ અાપી છે. PM મોદીઅે કહ્યું હતુ કે સફળતા મળતી રહેશે જરૂર છે સખત મહેનત કરતા રહેવાની.
f