ગુજરાત વિધાનસભા ચુંટણીના આજે બીજા તબક્કનું મતદાન છે. પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબા ગાંધીનગર સેક્ટરના સ્કુલમાં તેમણે મતદાન કર્યુ તેમની ઉંમર 97 વર્ષની છે. તેમણે કહ્યુ મને ભાજપ ઉપર ભરોસો છે સાથે કહ્યુ કે રામ ગુજરાતનુ ભલુ કરજો.
– હીરા બા ના બીજા દીકરા પંજન મોદી હીરાબાને પોલિંગ બૂથ સુધી લઇ ગયા હતા. હીરા બાએ તેમના મતનો પ્રયોગ કરીને લોકોને પ્રેરિત કર્યા હતા.
– હીરાબા સવારે 8ઃ10 ઘરેથી નિકળ્યા અને 8ઃ20 વાગ્યે તે ગાંધીનગર સેક્ટર 22ની સ્કુલમાં બનાવવામાં આવેલ બૂથ પર તેમના દીકરા પંકજ સાથે પહોંચ્યા.
– 2014નો લોકસભાની ચુંટણીમાં પણ હીરાબા ઓટો રિક્ષામાં મત આપવા પહોંચ્યા હતા. પરંતુ આ વખતે તે સફેદ રંગની કારમાં મત આપવા માટે આવ્યા હતા.
– નોટબંધી દરમિયાન પણ હિરાબા લાઇનમાં ઉભા રહીને નોટોને બદલાવી હતી.