વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પ્રથમ વખત એક જ દિવસે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સોમનાથમાં એક જ દિવસે હાજર હશે. મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેરસભા કરશે. એવી સંભાવના છે કે તેઓ દર્શન કરવા પણ જશે. જ્યારે રાહુલ ગાંધી 1 વાગ્યે સોમનાથ મંદિરે દર્શન કરશે. જ્યારે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવી પહોંચ્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટરમાં સોમનાથ જશે. બરાબર એજ વખતે પ્રાંચીમાં નરેન્દ્ર મોદીની જાહેરસભા ચાલતી હશે. મોદી સોમનાથ દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. રાહુલ ગાંધી સોમનાથ દર્શન બાદ ભેંસાણ-વિસાવદર જશે. ત્યાંથી સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા યોજશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.
સુરક્ષાને પગલે સોમનાથ મંદિરની સુરક્ષા વધારવામાં અાવી છે. અાજે બંને દિગ્ગજો જનસભાને ગજવશે.
જોઈઅે વડાપ્રધાન મોદીનો અાજનો કાર્યક્રમ, વડાપ્રધાન મોદીની રેલી મોરબી, પ્રાચી, પાલિતાણા, નવસારીમાં જનસભાને સંબોધશે.
રાહુલ ગાંધીનો અાજનો કાર્યક્રમ, 1:00 કલાકે સોમનાથ મંદિરે દર્શન કરશે, 1:30 કલાકે સોમનાથ મંદિર બહાર સભા, 3:00 કલાકે જૂનાગઢના ભેસણમાં કોલેજ ગ્રાઉન્ડમાં સભા, 4:30 કલાકે અમરેલીના વાયમ મંદિર ગ્રાઉન્ડમાં સભા, 7:00 કલાકે અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલ સર્કલમાં જનસભાને ગજવશે.