ચોમાસામાં મિત્રો સાથે ફરવાની એક અલગ જ મજા છે. આમ પણ સમયાંતરે થોડો સમય એક સરખી રૂટીન લાઈફથી કંઈક અલગ જ કરવુ જોઈએ. તો કેટલાક લોકોને સોલો ટ્રાવેલિંગ કરવાની મજા આવે છે. જો તમે પણ ફરવાનું કરી રહ્યા છો પ્લાનીંગ તો તમારી બેગમાં આ વસ્તુઓ ખાસ સાથે રાખો.
આજકલ સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે બેટરી ખુબજ જલ્દી ઉતરી જાય છે. આથી બેગમાં એક પાવર બેન્કની સુવિધા હંમેશા સાથે રાખો, કેમકે ક્યાંક ચાર્જીગની વ્યવસ્થા ન થઈ શકે તો પાવર બેન્ક કામમાં આવે છે.
બેગમાં એક મલ્ટી પિન કેબલ જરૂરથી રાખો. આનાથી ફોન ચાર્જ કરવાથી ડેટા ટ્રાન્સફર કરવાથી તમને મદદ જરૂર મળશે.
પેપર સોપ
તમારી બેગમાં પેપર સોપ જરૂરથી રાખો. આ પેપર સોપ તમને ખુબજ કામમાં આવશે.
ફર્સ્ટ એડ કિટ
બેગમાં નાનકડી ફર્સ્ટ એડ કિટ જરૂરથી રાખો. રસ્તામાં અચાનક ક્યાંક જરૂર પડી જાય તો આ કીટ તમને કામમાં આવશે. આમાં તમે દવાઓ, ડેટોલ, કાતર, પટ્ટી જેવી વસ્તુઓ રાખી શકો છો.
વોટરપ્રૂફ પાઉચ
વરસાદમાં સ્માર્ટફોનની સુરક્ષા માટે એક વોટરપ્રુફ પાઉચ જરૂરથી રાખો. વોટરપ્રુફ પાઉચથી તમે તમારી કેટલીક વસ્તુઓ સંભાળીને રાખી શકો છો.
ટૂથબ્રશ અને કાસકો
તમારી બેગમાં ટૂથબ્રશ અને કાસકો રાખો. કેમકે પ્રવાસ દરમિયાન આવી નાની નાની વસ્તુઓની ખુબજ જરૂર પડતી હોય છે.સેફ્ટીપીન, બકલ, રબર પેપર નેપકીન, થોડા પેપર, સનગ્લાસ, કેપ, એકાદ જોડી એકસ્ટ્રા સૂઝ કે ચપ્પલ, એક ટુલાલ બે નેપકીન જરૂરથી સાથે રાખો.
મિની વાયરલેસ રાઉટર
ઈન્ટરનેટ વીના તમારી મુસાફરી થોડી બોરીંગ થઈ જશે નેટવર્કનો પ્રોબ્લેમ ન થાય એ માટે ફોટોગ્રાફી દરમિયાન આ તમને ખુબજ કામ આવશે.