આ દુનિયામાં ઘણી બધી એવી વાતો છે જે તમને હેરાન કરી દે. છોકરીઓનો દેહવ્યાપાર કરવો એ આપણા દેશમાં ગુનો માનવામાં આવે છે. તેમ છતા દેશના મોટા મોટા શહેરોમાં આવા પ્રકારના કામો થાય છે. કેટલીક જગ્યાએ તેનો જોરદાર વિરોધ કરવામાં આવે છે. પરંતુ તમને એ સાંભળવા મળે કે એક ગામ એવું પણ છે જ્યાં દરેક છોકરીઓ વૈશ્યા છે તો તમારા કાનને વિશ્વાસ થશે નહી.
આ વાત તો તમને વધારે ચોંકાવી દેશે કે આવું કરવાની પરવાનગી એના ભાઇઓ અને પિતા પાસેથી જ મળે છે. ગુજરાત રાજ્યના વાડિયા નામના આ ગામમાં દરેક છોકરીઓને મજબૂરીમાં વૈશ્યા બનવું જ પડે છે. 21મી સદીમાંં પગ મૂકી દેનાર ભારતની એક હેરાન કરી દેનાર ફોટો આ ગામની સ્પષ્ટ ઝલક છે.
આવું કરવા માટે આ છોકરીઓને એમના ભાઇઓ અને પિતા દ્રારા મજબૂર કરવામાં આવે છે. આ ગામથી જોડાયેલા આંકડા અહીં પૂરા થતાં નથી પરંતુ આ ગામની 12 વર્ષ સુધીનીનું મા બનવું પણ સામાન્ય છે.