કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ઘણી સારી રમત બતાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં ભારત માટે બે મેડલ જીતનારી બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022ના છેલ્લા દિવસે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 56મો મેડલ છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.
પીવી સિંધુએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર રમત બતાવી હતી. તેણે કેનેડાની મિશેલ લીને પણ ટકી રહેવાની તક આપી ન હતી. તેણે પહેલી ગેમ 21-15થી જીતી, પછી બીજી ગેમ 21-13થી જીતી. સિંધુએ મેચ પર પોતાની પકડ જાળવી રાખી હતી. બીજી ગેમમાં પીવી સિંધુએ ધમાકો બતાવ્યો અને કેનેડાના ખેલાડી લીને દોડવા ન દીધા. સિંધુએ બીજી ગેમ 21-13થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી ગેમમાં સિંધુએ બતાવ્યું કે તે આટલી મોટી ખેલાડી કેમ છે.
શરૂઆતમાં મિશેલ લી તરફથી સખત પડકાર મળ્યા બાદ પીવી સિંધુએ પોતાની તાકાત બતાવી અને પ્રથમ ગેમ 21-15થી જીતી લીધી. સિંધુ પાસે પુષ્કળ અનુભવ છે, જે તેના કામમાં આવ્યો અને તેના અનુભવનો ફાયદો ઉઠાવીને તેણે પ્રથમ ગેમ જીતી લીધી.
પીવી સિંધુએ સેમિફાઇનલ મેચમાં શાનદાર રમત બતાવી હતી. તે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. સિંધુએ વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં સિંગાપોરની જિયા મીન યૂને 21-19, 21-17થી પરાજય આપ્યો હતો.
GLORY FOR SINDHU@Pvsindhu1 wins against Michelle Li (CAN) with a score of 2-0 at the #CommonwealthGames2022
With this win the former World Champion Sindhu adds another Gold to her long list of monumental achievements
Many Congratulations Champ#Cheer4India pic.twitter.com/s7ZyiDxV2w
— SAI Media (@Media_SAI) August 8, 2022
કોમનવેલ્થ ગેમ્સમાં સ્ટાર પીવી સિંધુએ હાલના ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા છે. મહિલા સિંગલ્સમાં તેણે 2018 ગોલ્ડ કોસ્ટમાં સિલ્વર મેડલ અને વર્ષ 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મિશ્ર ટીમની સાથે તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ પોતાની બેગમાં રાખ્યા છે. પીવી સિંધુએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ધમાકેદાર મોમેન્ટમ જાળવી રાખીને ગોલ્ડ જીત્યો હતો.