ભારતની સ્ટાર શટલર પીવી સિંધુઍ ડેન્માર્કની મિયા બિલિચફેલ્ટ સામે 3 ગેમ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચ જીતીને ગુરૂવારે અહીં ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે કિદામ્બી શ્રીકાંત હોંગકોંગના કા લોંગ અંગુસ સામે 17-21, 19-21થી હારીને સ્પર્ધા બહાર થયો હતો. શ્રીકાંત આ મેચ માત્ર 39 મિનીટમાં જ હારી ગયો હતો.
પાંચમી ક્રમાંકિત સિંધુઍ બીજા રાઉન્ડમાં 1 કલાક અને 2 મિનીટ સુધી ચાલેલી મેચમાં બિલિચફેલ્ટને 21-14, 17-21, 21-11થી હરાવી હતી. વિશ્વની 13મી ક્રમાંકિત બિલિચફેલ્ટ સામે સિંધુનો આ ત્રીજા વિજય રહ્યો હતો. આ પહેલા તેણે ડેન્માર્કની આ ખેલાડીને ઇન્ડિયન ઓપન અને સિંગાપોર ઓપનમાં હરાવી હતી.
આ મેચમાં સિંધુની શરૂઆત સારી રહી નહોતી અને બિલિચફેલ્ટે 6-3ની સરસાઇ મેળવી લીધી હતી. જો કે પછી ભારતીય ખેલાડીઍ મેચમાં વાપસી કરીને સતત સારી રમત બતાવીને પહેલી ગેમ 21-14થી જીતી લીધી હતી. બીજી ગેમમાં મજબૂત સ્પર્ધા જાવા મળી હતી અને બિલિચફેલ્ટે પહેલા 9-5 અને પછી 10-7ની સરસાઇ મેળવી હતી. સિંધુઍ તે પછી સતત 3 પોઇન્ટ મેળવીને સ્કોર 10-10ની બરોબરી પર મુક્યો હતો. ડેન્માનર્કની ખેલાડીઍ તે પછી સિંધુની કેટલીક ભુલનો ફાયદો ઉઠાવીને ઍ ગેમ 21-17થી કબજે કરી હતી. નિર્ણાયક ગેમમાં જો કે સિંધુઍ પહેલાથી જ પ્રભુત્વ જમાવીને સરળતાથી ઍ ગેમ 21-11થી જીતી લઇને મેચ જીતી હતી.
આ તરફ પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાડી બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના ટોચના ક્રમાંકિત માર્કસ ફર્નાલ્ડી ગિડિયોન અને કેવિન સંજય સુકામુલ્જા સામે 15-21, 14-21થી હારીને બહાર થયા હતા.