ભારતીય શટલર પીવી સિંધુ અને બી સાઇ પ્રણીતે ગુરૂવારે પોતપોતાની સિંગલ્સ મેચ જીતી લઇને જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જો કે કિદામ્બી શ્રીકાંતને હરાવનાર ઍચઍસ પ્રણોય બીજા રાઉન્ડમાં હારીને આઉટ થયો હતો, જ્યારે પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જીતીને આગળ વધી છે.
અહીં પાંચમી ક્રમાંકિત સિંધુઍ ઍક કલાક સુધી ચાલેલી મેચમાં બિન ક્રમાંકિત સ્થાનિક ખેલાડી આયા ઓહોરીને હરાવવા માટે મહેનત કરવી પડી હતી. સિંધુઍ મહિલા સિંગલ્સની બીજા રાઉન્ડની મેચમાં આયા ઓહોરીને 11-21, 21-10, 21-13થી હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓહોરી સામે સિંધુનો રેકોર્ડ હવે 8-0 થઇ ગયો છે. હવે તેનો સામનો ચીનની ચેન જિયાઓ જિન અને જાપાનની અકાને યામાગુચી વચ્ચેની મેચની વિજેતા સાથે થશે.
પ્રણીતે ઍક અન્ય સ્થાનિક શટલર કેન્ટા સુનેયામાને ૪૫ મિનીટ સુધી ચાલેલી મેચમાં 21-13, 21-16થી હરાવ્યો હતો. જો કે કિદામ્બી શ્રીકાંત સામે પહેલા રાઉન્ડની મેચમાં સરળતાથી જીત મેળવનારો ઍચઍસ પ્રણોય બીજા રાઉન્ડની મેચમાં ડેન્માર્કના રાસમસ ગેમકે સામે 9-21. 15-21થી હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગયો હતો. પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડીની જોડીઍ ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં ચીનના કાઇ જિયાંગ હુઆંગ અને ચેંગ લિયુની જોડીને ૫૩ મિનીટમાં 15-21, 21-11, 21-19થી હરાવીને આગેકૂચ કરી હતી. હવે તેમનો સામનો તાકેશી કામુરા અને કેગો સોનોડાની બીજી ક્રમાંકિત સ્થાનિક જોડી સાથે થશે.