ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામ સામે અારોપ-પ્રત્યારોપ કરી રહ્યું છે.કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ટિ્વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ છે. અા વખતે રાહુલ ગાંધીએ ગુજરાતના વધતા દેવાનો ઉલ્લેખ કરીને PM મોદીને સવાલ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટિ્વટ કરતા લખ્યુ છે કે, 1995માં ગુજરાત પર 9 હજાર 183 કરોડ રૂપિયાનું દેવુ હતુ અને 2017માં ગુજરાત પર 2 કરોડ 41 હજારનું દેવુ છે. એટલે કે દરેક ગુજરાતી પર 37 હજાર રૂપિયાનું દેવુ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર પાસે રાહુલ ગાંધીએ દરરોજ એક સવાલ પૂછીને હિસાબ માંગવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત બુધવારે ગુજરાતના દેવાના સંદર્ભે નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે.