કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી પી.એમ. મોદીને ગુજરાતને લગતા રોજે અક સવાલ પુછે છે. ત્યારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે 22 વર્ષનો હિસાબ માંગતા પુછ્યુ કે ગુજરાતમાં 2002-16ની વચ્ચે 62 હજાર 549 કરોડની વિજળીની ખરીદી કરીને 4 ખાનગી કંપનીઓના ખીસ્સા કેમ ભર્યા? રાહુલે પુછ્યુ કે 3 રૂપિયા યુનિટમાં મળતી વિજળી 24 રૂપિયામાં ખાનગી કંપનીઓ પાસે કેમ ખરીદવામાં આવી.
-રાહુલે ગાંધી જ્યારે છેલ્લા ત્રણ દિવસથી ભાજપને સવાલ પુછે છે. ત્યારે હાલમાં તો ભાજપ સરકાર તરફથી કોઇ જવાબ મળ્યો નથી ત્યારે ભાજપ કેવી રીતે કોંગ્રેસ ઉપર વાર કરશે તે જોવુ રહ્યુ.
-ગુજરાત વિધાન સભની ચુંટણી દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી ઉપર પ્રહારો કર્યા હતા. અને તેમણે કહ્યુ કે તે પી. એમ. મોદીને રોજે એક સવાલ પુછશે. પણ મોદીએ શરૂઆતના અેક પ્રશ્નનો જવાબ આપ્યો જ્યારે આજના સવાલનો ભાજપ સરકાર પાસેથી કોઇ જવાબ આવ્યો નથી.