રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્યગુજરાતના દાહોદ, મહિસાગર જિલ્લામાં લોકો સાથે મુલાકાત કરશે અને રાત્રે દિલ્હી પરત ફરશે.રાહુલ ગાંધી ગાંધીનગરમાં માધવસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. માધવસિંહના પત્નીનું તાજેતરમાં જ નિધન થયું હોવાથી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહના માતૃશ્રીનું નિધન થયું હતું. રાહુલે માધવસિંહના પરિવારને સાંત્વના પાઠવી હતી.