ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જે કોઇ પણ મંદિરની મુલાકાત લઉં છું ત્યાં ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું. શું કોઇ મંદિરમાં જવું ખોટું છે? આવો સવાલ પણ રાહુલ ગાંધીએ પૂછ્યો હતો. અમદાવાદ ખાતે યોજવામાં આવેલી આ પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત જ અમારું વિઝન છે. અને અમારી સરકાર આવતા જ અમે તમામ વર્ગો સાથે મુલાકાત કરીશું.અામ રાહુલ ગાંધીએ અાજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પત્રકાર પરિષદ યોજી હતી.

New Delhi: Congress Vice President Rahul Gandhi during a press conference at Parliament in New Delhi on Wednesday. PTI Photo by Subhav Shukla (PTI12_14_2016_000052B)