પ્રિન્સટન (અમેરિકા): જગતભરમાં લોકો નરેન્દ્ર મોદી અને ડૉનલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓને ચૂંટી કાઢે છે એનું કારણ વધતી બેરોજગારીની હતાશે છે, એમ જણાવતા કૉંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધીએ કબૂલ્યું હતું કે, ૨૦૧૪માં પોતાના પક્ષની હારનું કારણ પૂરતા પ્રમાણમાં નોકરીનું સર્જન નહીં કરી શકવાનું હતું. બે સપ્તાહની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રિન્સટનમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચાવિચારણા કરતા ૪૭ વર્ષના રાહુલે જણાવ્યું હતું કે, રોજગારી એ એક એવી શક્તિ ચે જે ભારતીયોને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં જોતરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા મતે મોદીના ભારતમાંના ઉદય અને અહીં ટ્રમ્પના ઉદય માટેનું મુખ્ય કારણ ભારત અને અમેરિકામાં નોકરી માટેની સમસ્યા છે.ભારતની વસતિની મોટી સંખ્યાના લોકો પાસે નોકરી નથી અને એમને કોઇ ભવિષ્ય નથી દેખાતું. તેઓ ગજબની વેદના અનુભવી રહ્યા છે અને તેમણે આવા પ્રકારના નેતાઓને ટેકો આપ્યો છે. વધુમાં કોઇ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે બેકારી એ એક સમસ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ટ્રમ્પને હું જાણતો નથી, એથી હું એ વિષે નહીં બોલું. પરંતુ અમારા વડા પ્રધાન આ દિશામાં પૂરતું કામ નથી કરી રહ્યા એ નક્કી. અમેરિકામાં નિષ્ણાતો, ઉદ્યોગના આગેવાનો અને ધારાસભ્યો સાથેની બેઠકમાં રાહુલે વારંવાર બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ બર્કલી ખાતે કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતેના વકતવ્યમાં રાહુલે જણાવ્યું હતું કે, અત્યારે અમે પૂરતા પ્રમાણમાં રોજગારી સર્જી નથી રહ્યા. દરરોજ ૩૦,૦૦૦ યુવાનો નોકરીની બજારમાં આવે છે પણ સરકાર રોજની ૫૦૦ નોકરીઓ જ ઊભી કરી રહી છે. પ્રિન્સટન ખાતે રાહુલે કહ્યું હતું કે, ચીન સાથે સ્પર્ધા કરવા માટે ભારતે પોતાની જાતનું સંપૂર્ણ પરિવર્તન કરવાની જરૂર છે. “અમારા પર રોષે ભરાયા હતા લોકો કારણકે અમે રોજના ૩૦,૦૦૦ રોજગારનું સર્જન નહોતા કરી શક્યા અને આ જ લોકો એક દિવસ મોદી પર પણ રોષે ભરાશે. પાયાનો પ્રશ્ર્ન આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. મોદી પ્રત્યેનો મારો મુખ્ય રોષ એટલો જ છે કે તેઓ મુખ્ય સમસ્યાથી બધાનું ધ્યાન અન્યત્રે ફંટાવી છે અને જે પ્રશ્ર્ન છે એના પર ધ્યાન જ નથી આપતા. |


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.