કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે પોરબંદરમાં માછીમાર અધિકાર સભામાં રાહુલ ગાંધીએ માછીમારો સાથે સંવાદ કર્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે જયારે કોંગ્રેસ પાર્ટી સત્તા પર હતી ત્યારે માછીમારોને ડીઝલ પર સબસીડી આપતા હતા. 5 લાખ લોકોને સબસીડીનો લાભ મળતો હતો સરકાર આ સબસીડી માટે 300 કરોડનો ખર્ચ ઉઠાવતી હતી. રાહુલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર પાસે સબસીડી માટે પૈસા નથી પરંતુ ટાટા નેનો પ્લાન માટે 33,000 કરોડ ફાળવી શકે છે. એક તરફ ફક્ત એક વ્યક્તિને મળે છે 33,000 કરોડ જયારે 5 લાખ લોકો માટે 300 કરોડ વધુ છે.
ખેડૂતોના દેવાને માફ કરવાની ફક્ત વાતોજ કરવામાં આવે છે ગયા વર્ષે મોદી સરકારે હિન્દુસ્તાનના ખુબજ ધનાઢ્ય એવા 10 ઉદ્યોગ પતિઓનું દેવું માફ કર્યું જેની રકમ છે 1 લાખ 30 હજાર કરોડ।
નોટબંધીના સમયે જયારે લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા હતા ત્યારે એ લાઈનમાં તમને કોઈ સૂટ-બુટ વાળું દેખાયું હું આપને માહિતી આપું કે કેમ આવા અમીર લોકો લાઈનમાં ન દેખાયા કેમકે તેમના માટે બેંકમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોંગ્રેસ જીતશે તો અમે તમારું ખુલા દિલ થી સ્વાગત કરીશું અમારી પાર્ટી આવા કોઈ ભેદ નહિ ઉભા કરે વિધાનસભા હોય મુખ્યમંત્રી કાર્યાલય હોય કે પછી સામાન્ય કાર્યકર્તાઓની ઓફિસ ગુજરાતની જનતા તેના બળબૂતા પર સરકાર ચલાવશે તમારો અવાજ અમે સાંભળીશું।
આમ રાહુલે પોતાના આ સંવાદ માં ભાજપ પર નિશાન તાક્યું હતું