ગુજરાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ એક બીજા પર અાક્ષેપ કરી રહ્યા છે, સામસામા તીર ચલાવવાનો મોકો કોઈ છોડતા નથી. મંગળવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા હતા.ભાજપે વળતો જવાબ અાપ્યો ત્યારે રાહુલે અલગ જ અંદાજમા વાતને વાળી લીધી હતી. રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટ કર્યું હતું, ” મારા ભાજપના મિત્રો, નરેન્દ્રભાઈ ભાઈથી હું સાવ અલગ માણસ છું, હું એક માણસ છું અમે ભૂલો કરીએ અને ભૂલો કરીને અમારી જીંદગીમાં થોડો આનંદ મેળવીએ છીએ.મારી ભૂલ સુધારવા માટે આભાર, કૃપયા આગળ પણ સુધારતા રહેજો મને સુધારણા મદદ કરશે લવ યુ ઓલ.
તમને જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધીના પી.એમ. મોદીને સવાલો પૂછવાનો સિલસિલો ચાલી રહ્યો છે. રાહુલ રોજનો એક પ્રશ્ન પૂછે છે, આ જ ક્રમમાં મંગળવારે તેમણે મોંઘવારી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ આ ટ્વિટ તેઓ દ્વારા દૂર કરવામાં આવી હતી અા ટ્વિટમાં રાહુલ ગાંધી દ્વારા તેના અનિશ્ચિત આંકડા આપવામાં આવ્યા હતા.જેનો ખુબજ વિવાદ થયો હતો. રાહુલને ભૂલનો અહેસાસ થતાં તેમણે અાંકડાઓ બદલી ફરીથી ટ્વિટ કર્યું હતું.

New Delhi : Congress Party Vice President Rahul Gandhi at a meeting with members of the Fishermens' Congress in New Delhi on Wednesday. PTI Photo by Shirish Shete(PTI9_6_2017_000091A)