રાહુુલ ગાંધી મોદી સરકારને રોજે એક સવાલ પુછે છે. ત્યારે આજે રાહુલે ટ્વિટ કરીને પ્રશ્ન કર્યો કે સાતમાં પગારપંચમાં 18,000 માાસિક પગાર હોવા છતાં ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગારદારોને રૂ. 5,500 અને 10,000 જ વેેતન કેમ આપવામાં આવે છે. 22 વર્ષોનાં હિસાબ. ગુજરાત માંગે જવાબ. ભાજપનો બેવડો માર. એક તરફ યુવા બેરોજગાર. બીજી તરફ ફિક્સ પગારદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારી બેહાલ. સાતમાં પગાર પંચમમાં રૂ.18,000 માસિિક પગાર હોવા છતા ફિક્સ અને કોન્ટ્રાક્ટનાં પગાર રૂ. 5,500 અને રૂ. 10,000 કેમ? રાહુલના પાંચમાં સવાલમાં કહ્યુ કે ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને ન મળ્યું માત્ર શોષણ, આંગણવાડી વર્કરને ફ્કત આશા જેમને પૂરો કરવાનો કોઇ ઇરાદો જ ન હતો.
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ફિક્સ પગારધારકોને નોકરી રાખવાની રાજ્ય સરકારની નીતિઓના લીધે યુવાનોમાં સરકાર સામે ભારોભાર આક્રોશ છે. તેમજ જે કામ સરકારી કાયમી કર્મચારી 20,000માં કરે છે તે જ કામ આ ફિક્સ પગારધારકો ફ્કત 5500માં કરે છે. જેના માટે આંદોલન પણ ચલાવવામાં આવ્યા છે. તેમ છતાં કોઇ પણ પગલા ભરવામાં નથી આવ્યા.