કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ‘મોંઘવારી પર હલ્લા-બોલ’ રેલીને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ. મોંઘવારી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, યુપીએ સરકારમાં આટા 22 રૂપિયા પ્રતિ લીટર હતો જે હવે 40 રૂપિયા પ્રતિ લીટર છે. કોંગ્રેસ સાંસદ મોંઘવારી વિરુદ્ધ પાર્ટીની ‘હલ્લા બોલ’ રેલી દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને લોટના ભાવમાં વધારા અંગે વાત કરી રહ્યા હતા.
પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મોદીજી કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું, તો અમે કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસે ક્યારેય મોંઘવારી આટલી વધારી નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (એસએસએસ) પર આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નફરત ફેલાવીને ભારતને નબળું પાડી રહ્યા છે. તેમની પાસે યુકે જઈને સીધો સંવાદ કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી, તેથી જ કોંગ્રેસ 7 સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા કાઢવા જઈ રહી છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, “નરેન્દ્ર મોદીજીની વિચારધારા કહે છે કે દેશને વિભાજિત કરવાનો છે અને તેનો ફાયદો અમુક લોકોને મળવો જોઈએ. આપણી વિચારધારા કહે છે કે આ દેશ બધાનો છે અને ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારોને તેનો લાભ મળવો જોઈએ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે, “મોદીજી નફરત ફેલાવી રહ્યા છે. આનાથી ભારતને કોઈ ફાયદો થશે નહીં. તેનાથી ચીન અને પાકિસ્તાનને ફાયદો થશે. નફરત ભારતને નબળું પાડશે. નરેન્દ્ર મોદીજીએ ભારતને નબળું પાડવાનું કામ કર્યું છે.