લદ્દાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી ભારત તરફથી ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભારતીય રેલવેએ 44 સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર જાહેર કર્યું હતું. આ ટ્રેનોને બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે એક ચીની કંપની પણ હરાજી લગાવવામાં સામેલ હોવાના કારણે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ટ્વિટ કરીને શુક્રવારે મોડી રાતે ટેન્ડર રદ કરવાની માહિતી આપી છે.
આ ટ્રેનોના નિર્માણ માટે એક સપ્તાહમાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવેએ હાલના ટેન્ડરને રદ કરવા માટેનું કોઈ ઓફિશિયલ કારણ નથી જણાવ્યું. આ ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર ગયા મહિને જ ખોલવામાં આવ્યું હતું. ચેન્નાઈની રેલવે કોચ ફેક્ટરી દ્વારા 10 જુલાઈએ 44 હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે,16 કોચ વાળી 44 વંદે ભારત સેમી હાઈ-સ્પીડ ટ્રેનો માટે ઈલેક્ટ્રિકલ સાધનો અને અન્ય સામાન પૂરો પાડવા માટે 6 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાં ચીની જોઈન્ટ વેન્ચરવાળી સીઆરઆરસી-પાયોનીયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક માત્ર વિદેશી કંપની હતી. પરંતુ તેનો ચીન સાથે સંબંધ હોવાના કારણે આ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. ચીનની કંપની સીઆરઆર યોંગજી ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુડગાંવની પાયોનીયર ઈલેક્ટ્રિક પ્રાઈવેટ લિમિટેડે 2015માં જોઈન્ટ વેન્ચર કર્યું હતું.
રેલવેના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોના નિર્માણ માટે એક સપ્તાહમાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવેએ હાલના ટેન્ડરને રદ કરવા માટેનું કોઈ ઓફિશિયલ કારણ નથી જણાવ્યું. આ ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર ગયા મહિને જ ખોલવામાં આવ્યું હતું. ચેન્નાઈની રેલવે કોચ ફેક્ટરીએ 10 જુલાઈએ 44 હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.
16 કોચ વાળી 44 વંદે ભારત સેમી હાઈ-સ્પીડ ટ્રેનો માટે ઈલેક્ટ્રિકલ સાધનો અને અન્ય સામાન પૂરો પાડવા માટે 6 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાં ચીની જોઈન્ટ વેન્ચરવાળી સીઆરઆરસી-પાયોનીયર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક માત્ર વિદેશી કંપની હતી. પરંતુ તેનો ચીન સાથે સંબંધ હોવાના કારણે આ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. ચીનની કંપની સીઆરઆર યોંગજી ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુડગાંવની પાયોનીયર ઈલેક્ટ્રિક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 2015માં જોઈન્ટ વેન્ચર કર્યું હતું.