આજે શહેર કોંગ્રેસ દ્વારા આયોજીત ‘જીત નિશ્ર્ચિત સંમેલનમાં અનેક કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહીલે પણ ભાજપના યુવા પાંખના કાર્યકરો, પાટીદારો, પાસના આગેવાનો અને સોની અગ્રણીઓને કોંગ્રેસમાં આવકાર્ય હતાં અને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.
આજના સંમેલનમાંભાજપની યુવા પાંખના ખજાનચી ઓમકાર પટેલ અને હાર્દિક ઉપરાંત અમિત ધ્રુવ, રોહીત ઘીયા, વિજય માધાણી, પાટીદાર યુવાનો પ્રકાશ કણસાગરા, અશ્ર્વિન પટેલ, દિનેશ કનેરીયા, અનિલ ગઢીયા, મનજીભાઈ, પરેશભાઈ, વોર્ડ નં.17ના ઈકબાલ સકરીયાણી, વનરાજસિંહ, જીવાભાઈ ઠેબા, ઈકબાલ સિંધી, યુનુસી વીસી, ધનંજય અભાણી, મયુર ઝાલા, સ્વૈચ્છીક સેવા મંડળના અંકુર માવાણી, ઈન્દ્રજીતસિંહ રાણા, ધર્મેનદ્રસિંહ રાણા, જીતેન્દ્રસિંહ રાણા, મેઘરાજસિંહ વાળા, રહીમભાઈ, અશોક સોલંકી, એનસીપીના ભરત સાગઠીયા, રાજુ પરમાર, પ્રકાશ સોલંકી, પાસના આગેવાનો જીજ્ઞેશ પટેલ, ભરત પટેલ, વોર્ડ નં.1ના ડો.ભટ્ટ, વોર્ડ નં.9ના હરીભાઈ સોજીત્રા વગેરેના નેતૃત્વમાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતાં.
કોંગ્રેસમાં આવેલા કાર્યકરોને સંબોધનકરતા ઈન્દ્રનીલ રાજગુએ કહ્યું હતું કે, મારે પટેલ, બ્રાહ્મણ કે ઓબીસીના મત નથી જોતા પરંતુ કોંગ્રેસની વિચારધારાના મત જોઈએ છે. કોંગ્રેસ ભાજપથી કંઇક અલગ કરી બતાવશે તેવું લાગે તો જ કોંગ્રેસને મત આપશો.