ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. રવિવાર 5 એપ્રિલે તેરસ હોવાથી રવિ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. રવિવારે પ્રદોષ વ્રત અને પૂજા કરવાથી ઉંમર વધે છે અને બિમારીઓ પણ દૂર થાય છે. આ દિવસે શિવ-શક્તિની પૂજા કરવાથી દાંપત્ય સુખમાં પણ વૃદ્ધિ થાય છે.
રવિ પ્રદોષનું મહત્ત્વઃ-
પ્રદોષ વ્રતની મહત્ત્વતા સપ્તાહના દિવસો પ્રમાણે વિવિધ હોય છે. રવિવારે પ્રદોષ વ્રત હોય તો, આયુષ્યમાં વૃદ્ધિ તથા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. રવિવારે શિવ-શક્તિની પૂજા કરવાથી દાંપત્ય સુખ પણ વધે છે. આ દિવસે પ્રદોષ વ્રત અને પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થવા લાગે છે. રવિ પ્રદોષનો સંયોગ અનેક પ્રકારના દોષ દૂર કરે છે. આ સંયોગના પ્રભાવથી ઉન્નતિ મળે છે. સાથે જ બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.