ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરમા પશ્ચિમ બંગાળની યુનાઇટેડ કોઓપરેટિવ બેન્કનું લાઇસન્સ રદ કરી દીધુ છે. આ બેન્ક પાસે બિઝનેસ માટે પૂરતી રકમ ન હોવાને કારણે કેન્દ્રીય બેન્કને આ કાર્યવાહી કરવી પડી હતી. રિઝર્વ બેન્કે કહ્યું કે આ સાથે જ બેન્ક 13 મે 2021થી બંધ થઇ જશે. બેન્કિંગ કારોબાર તાત્કાલિક બંધ કરવો પડશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બેન્ક દ્વારા આપવામાં આવેલ આંકડા અનુસાર દરેક જમાકર્તાઓએ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરન્ટી કોર્પોરેશન પાસેથી તેમના બધા જ પૈસા પાછા આપવામાં આવશે.
રિઝર્વ બેન્કે જણાવ્યું કે બેન્ક પાસે પુરતા પૈસા અને આવકની સંભાવના ન હોવાના કારણે આ પગલુ ભરવામા આવ્યુ છે. સાથે જ બેન્ક પોતાની હાલની નાણાકીય સ્થિતિમાં દરેકના પૈસા આપવામાં સક્ષમ નહી હોય.