નવી દિલ્હી: વિમુદ્રીકરણ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યુ હતું કે તેઓ જલ્દીથી જ 20 અને 50 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. જોકે આઠ મહિના બાદ હાલમાં સોશિયલ મિડિયા પર 50 રૂપિયાની નવી નોટ વાઇરલ થઇ રહી છે.
જોકે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કોઇ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ સોશિયલ મિડિયા પર તે વાઇરલ થઇ રહી છે. આ નવી નોટ જે ટર્ક્વિઝ કલરની છે, જેમાં મહાત્મા ગાંધી અને સિરિઝ-2005માં જોવા મળશે અને સાથે જ હાલનાં ગવર્નર ઉર્જિત પટેલની સહી જોવા મળશે.