નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડરોની 43 મી સામાન્ય મહાસભા (AGM) આ વર્ષે 15 જુલાઇએ યોજાનાર છે. હવે બધાની નજર તેમના ચેરમેન મુકેશ અંબાણીએ આ વખતે શું જાહેર કરે છે તેના પર રહેશે. આ વખતે એજીએમ પણ મહત્વની છે કારણ કે, રિલાયન્સ દેવું મુક્ત થઈ ગઈ છે અને તેણે ઘણી નવી સફળતા મેળવી છે.
આ વખતે એજીએમ વર્ચુઅલ હશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીના સભ્યોની 43 મી AGM 15 જુલાઇએ યોજાશે. સામાન્ય સભા બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો- વિડીયો માધ્યમો દ્વારા યોજાશે. આ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ના તાજેતરમાં જારી કરાયેલા પરિપત્રો અનુસાર હશે.