દેશની મોટી સુરક્ષા એજન્સી સીઆઈએસએફએ પોતાનાં સાથ કૂતરાંને રિટાયરમેન્ટ પર ભવ્ય પોર્ટી આપી. રિટાયર થઈ રહેલ કૂતતાંને પેસ્ટ્રી ખવડાવૂઈ, ગોલ્ડમેડલ અને પ્રશસ્ત્રી પત્ર આપી વિદાય કરવામાં આવ્યા. આ સમયે હાજર મહેમનઓ માટે પણ જળપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરાંની આ રિટાયરમેન્ટ સેરેમનીનું આયોજન સીઆઈસએફના શાસ્ત્રી પાર્ક સ્થિત દિલ્હી મેટ્રો યૂનિટે કર્યો હતો. આ સાત કૂતરાં અલગ-અલગ નસલનાં છે અને છેલ્લાં 10 વર્ષોથી પોતાની સેવાઓ એજન્સીને આપી રહ્યાં છે. તેમનું ટેન્યોર પૂરો થયા બાદ તેમને દિલ્હીના જંગપુરા સ્થિત એક એનજીઓને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની દેખભાળ કરવામાં આવશે.
રિટાયર થયેલ કૂતરાંનાં નામ અને નસલ
હીના- લેબ્રા ડૉગ (ફીમેલ)
વીર- કૉકર સ્પનિએલ્સ (મેલ)
કિતે- લેબ્રા ડૉગ (ફીમેલ)
જેલી- લેબ્રા ડૉગ (ફીમેલ)
જેસી- જર્મન શેફર્ડ (ફીમેલ)
લૂસી- લેબ્રા ડૉગ (ફીમેલ)
લવલી- લેબ્રા ડૉગ (ફીમેલ)
કૂતરાઓની રિટાયરમેન્ટ સમયે ત્યાં હાજર જવાનો ભાવુક થઈ ગયા હતા. તેમની ભાવનાઓ તેમની સેલ્ફીમાં જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે, સીઆઈએસએફ પાસે 60 જાતની નસ્લોનાં કૂતરાં છે, જે મૉક ડ્રિલ અને તલાશી અભિયાન દરમિયાન કામ કરે છે. ઘવે તેમાંથી સાત કૂતરાઓ રિટાયર થઈ રહ્યા છે.પહેલાં પણ કૂતરાને ઉંમર થવા અથવા બીમાર થવાના કારણે રિટાયર કરવામાં આવતા હતા, પરંતુ કૂતરાંની ભવ્ય રિટાયરમેન્ટ પાર્ટીનું આયોજન પહેલી જ વાર કરવામાં આવ્યું છે, આ સમયે સીઆઊએસએફના ડેપ્યૂટી કમાન્ડર રમન કુમારે કહ્યું કે, પહેલી વાર અમે ડૉગ સ્ક્વૉર્ડના સાત સ્વાનને રિટાયરમેન્ટ પર સન્માનિત કર્યા છે. હવે તેઓ બાકીનું જીવન એનજીઓમાં પસાર કરશે.