ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. જેના કારણે આજે સવારથી જ ઠેર ઠેર ઉમેદવારી પત્રો ભરવાની દોડધામ જોવા મળી રહી છે. ગઈ કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાણામંત્રી અરૂણ જેટલીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. જ્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં નોંધાવશે ઉમેદવારી.
પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે સવારે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે અમિત શાહની હાજરીમાં યોજાયેલા રોડ શો અને સભામાં જીતુ વાઘાણી અને કારડિયા સમાજ વચ્ચેના વિવાદનો પણ અંત આવ્યો છે. ભાવનગર દાનસિંહ મોરીનું BJPને સમર્થન મળ્યું છે.