રોયલ એનફિલ્ડ બાઈકનો ક્રેઝ એ દરેક વયના લોકોમાં જોવા મળે છે, પરંતુ કંપનીના થન્ડરબર્ડ રેન્જ બાયક સીરિઝ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.
રોયલ એનફિલ્ડ થન્ડરબર્ડ 500નુ અપગ્રેડેડ સ્પૉર્ટ વર્ઝન હશે, થન્ડરબર્ડ 500X કોસ્મેટિક ફેરફારો સાથે કોઈ પણ પ્રકારનું કોઈ બીજો બદલાવ નથી કર્યો. આ ઉપરાંત બાઇકની ફ્યુલ ટેન્ક બ્રાઇટ કલર અને સાઇડ પેનલ પર ગ્લોસી બ્લેક રંગ જોવા મળે છે.
કંપનીનો દાવો છે કે નવું મોડેલ પહેલાંથી વધુ રીચ અને સ્ટાઇલિશ હશે અા કારણે આ બાઇક ગ્રાહકોને હવે વધુ ગમશે.નવા રોયલ એનફિલ્ડ થન્ડરબર્ડ 500X મા કોઈ પણ ફેરફાર નથી કરવામાં અાવ્યો.આ બાઈકમાં 4499ccનું સિંગલ સિલિન્ડર અેયર કુલ્ડ એન્જિન મળી જશે.જે 27bhp ની પાવર અને 41.3Nm ટોર્ક જનરેટ કરશે.યુથને ધ્યાનમાં રાખીને બાઈકમાં રેટ્રો ટચ પણ આપ્યો છે.કિંમતની વાત કરીએતો 1.90 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા હશે.