નવી દિલ્હી : 1995 પછીથી રોયલ એનફિલ્ડ સતત તેની મોટરસાયકલોનું ઉત્પાદન કરે છે. એટલા માટે રોયલ એન્ફિલ્ડ “બુલેટ”ના ચાહકો પણ ઘણા છે. કેટલાક ચાહકો તેના લૂક (દેખાવ)માં કેટલાક ફેરફાર કરવા માગે છે, હવે તેઓ ખૂફ આ ફેરફારો કરી શકે છે, કારણ કે કંપની તેના બાઇકોમાં કોઈપણ પ્રકારનું મૉડિફિકેન (ફેરફાર) કરતી નથી. જો કોઈ ઈચ્છે તો તેની બુલેટમાં એક્સેસરીઝને લગાવીને તેનો લૂક બદલી શકે છે. તેની એક્સેસરીઝની પ્રારંભિક કિંમત 500 રૂપિયા છે. તો આજે અમે તમને કેટલીક એક્સેસરીઝ વિશે જણાવીશું જે તમારી બાઇકના દેખાવને બદલી શકે છે. સૌપ્રથમ ફ્રન્ટ લૂકની વાત કરીએ.
તમારી બાઈકની હેડલાઇટને હેડલેમ્પ ક્લસ્ટરમાં બદલીને તેના લૂકને આકર્ષક બનાવી શકો છો. તેની કિંમત આશરે રૂ. 3,500 છે. આ ઉપરાંત, ધુમ્મસ લાઈટ (ફોગ લેમ્પ) પણ લગાવી શકો છો. તેની કિંમત અંદાજે 500 રૂપિયાની આસપાસ છે.
રોયલ એન્ફીલ્ડની એક્સેસરીઝ ઑનલાઇન ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેના આગળના ભાગમાં વિન્ડશિલ્ડ પણ સ્થાપિત કરી શકાય છે. તે ટ્રાન્સ્પરેન્ટ હોય છે. તેનાથી રાઇડર પણ સવારી કરવાની સરળતા ધરાવે છે. આ સિવાય, તેના હેડલેમ્પમાં ક્રોમ ફાઇનલ ગ્રીલ કવર પણ લગાવી શકાય છે. તે બુલેટના લૂકને વધુ આકર્ષક બનાવે છે. કિંમતની વાત કરીએ તો વિન્ડશિલ્ડ રૂ. 2,200 થી રૂ. 3,000 ની વચ્ચે મળે છે અને હેડલેમ્પ ગ્રિલ 500 થી 1000 રૂપિયામાં ખરીદી શકાય છે.
જો તમે રોયલ એન્ફિલ્ડને થોડું વધુ રોયલ દેખાવ આપવા માંગો છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. તમે બાઇકમાં એલોય વ્હીલ પણ લગાવી શકો છો. એલોય વ્હીલ્સની કિંમત રૂ. 9, 000 ની આસપાસ છે. આ સાથે, હેન્ડલમાં એલઇડી લાઇટ પણ લગાવી શકો છો. તેની એક જોડીની કિંમત 1,000 રૂપિયા છે. તમે બાઇક માટે હેન્ડબ્લેન્ડર ઘડિયાળ પણ ખરીદી શકો છો, તે આશરે 600 રૂપિયામાં આવશે. આ ઉપરાંત મોબાઇલ ફોન સ્ટેન્ડ પણ ખરીદી શકો છો, જેની કિંમત 600 રૂપિયાથી 900 રૂપિયાની વચ્ચે હોય છે.