અમદાવાદ તા. ૧૪: રાજયની ૩ર RTO કચેરીઓમાં વાહન ૪.૦ સોફ્ટવેરનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વાહન ૪. ૦ સોફ્ટવેર અંતર્ગત ર.પ૦ લાખ વાહનોની નોંધણી થકી રૂા.૪પ૦ કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળે છે. સોફ્ટવેર અપડેટ થતાં હવે દેશના ૬પ૦ જિલ્લાઓની RTO કચેરી એકજ સોફ્ટવેર હેઠળ કામગીરી કરશે. ઉપરાંતદ્દ અરજદાર વાહન નોંધણીની તમામ બાબતો ઓનલાઇન જોઇ શકશે, તેમજ ડુપ્લીકેટ કે ખોટા વાહનોની નોંધણી અટકાવી શકાશે. રાજયની RTOકચેરીમાં વાહન નંબરની જાહેર હરાજી પણ ટૂંક સમયમાં ઓનલાઇન કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની ૩૬ પૈકી ૩ર આર.ટી.ઓ.કચેરીમાં કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ વાહન ૪.૦ સોફ્ટવેરનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું છે. વાહન ૪.૦ અંતર્ગત રાજયમાં ર.પ૦ લાખ વાહનોની નોંધણી અને રૂા.૪પ૦ કરોડના નાણાકીય વ્યવહારો સફળ થયા છે. જયારે માત્ર અમદાવાદ જિલ્લામાં ૧૦,૦૦૦ કરતાં વધુ વાહનના કિસ્સાઓમાં રજીસ્ટ્રેશન પછીના રૂા.પ કરોડના નાણાકીય વ્યવહારો વાહન ૪.૦ અંતર્ગત કરવામાં આવ્યા છે. વાહન ૪.૦ના અમલીકરણ સાથે ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં ૬પ૦ જિલ્લાઓની આર.ટી.ઓ. એકજ સોફ્ટવેરના અંતર્ગત કામગીરી કરશે.વાહન ૪.૦ સોફ્ટવેરના અમલીકરણથી પ્રજાલક્ષી કામગીરી ઝડપી, પારદર્શક અને વ્યવસાયિક ધોરણે થશે. ઉપરાંત, અરજદારને તમામ નોંધણીની પ્રક્રિયા સ્ટેટસ પણ ઓનલાઇન અરજદાર દ્વારા જાણી શકાશે અને જવાબદારી નક્કી કરી શકાશે. વાહન ૪.૦ની અમલીકરણ કચેરીઓ ઉપરાંત લોકો બેન્કો, વીમા કંપનીઓ, ઓટોમોબાઇલ કંપનીઓ અને અન્ય સરકારી કચેરીઓ માટે સંકલનમાં ઉપયોગી બની રહેશે. વાહનને બ્લેક લિસ્ટ કરવું, વોન્ટેડ કરવું હોય તો પણ તેની નોંધ થશે. આર.ટી.ઓ. કચેરીમાંથી ચેસીસ નંબર, એન્જિન નંબર વગેરેમાં કોઇ ચેડા થઇ શકશે નહીં તેમજ કોઇપણ વાહનની સેવાઓ કોઇપણ સ્થળે વાહન માલિકને ઉપલબ્ધ કરાવી શકાશે.આ ઉપરાંત આર.ટી.ઓ.નંબરની જાહેર હરાજી પણ ટૂંક સમયમાં ઓનલાઇન કરવાની કાર્યવાહી ચાલુ છે. પ્રાયોગિક ધોરણે નંબરોની ઓનલાઇન હરાજી આણંદ જિલ્લામાં પૂર્ણ કરવામાં આવી છે. તદ્ઉપરાંત બાકી રહેતા વડોદરા,રાજકોટ, સુરત,ભુજમાં આ કામગીરી ૩૧મી જુલાઇ સુધી પૂર્ણ કરવામાં આવશે. વાહન ૪.૦ ના અમલીકરણ સાથે ભવિષ્યમાં ઇ-આર.સી, ઇ-ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇ-ચલણ, ઇ-પેમેન્ટ, ઇ-પરમીટ, ઇ-પેપરની પૂર્વભૂમિકા તૈયાર થઇ ચૂકી છે. ટૂંકમાં વાહન ૪.૦ નું અમલીકરણ ભવિષ્યમાં ઇ-આર.ટી.ઓ કે સ્માર્ટ આર.ટી.ઓ.ની કરોડરજ્જુ સમાન સાબિત થશે તેમ વાહનવ્યવહાર કમિશનરે જણાવ્યું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.