વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપહાઈસ્કૂલ વાંસદામાં ભણતી વિધાર્થીની જયલક્ષ્મી અમિકાન્ત પટેલએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃતિ એવોર્ડ ૨૦૧૯માં એવોર્ડ વિજેતા બનતા મળેલી રકમનો ચેક કોરોના વાઈરસની લડાઈમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં દાન કર્યા હતા. તેણીના માતા-પિતા બન્ને શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને પણ પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. તેમાંથી પ્રેરણા લઈ તેણીએ પોતાને ઇનામમાં મળેલ રકમ ₹ ૭૫૦/- અને ₹ ૨૫૦/- એમ કુલ ₹૧૦૦૦/- મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા હતા.તેણીએ પોતાનો ચેક વાંસદા પ્રાંતઅધિકારી આર.સી.પટેલ ઇન. મામલતદાર એમ.પી.પટેલની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કર્યો હતો. આટલી નાની ઉંમરમાં માતા-પિતા પાસે પ્રેરણા લઈ નાની બાળકી આ કામ કરી શકે તો ઘણા લોકો આ બાળકી પાસેથી પ્રેરણા લઈ શકે છે.