ખુદ બંને પાર્ટીના કાર્યકર્તાઓ જ જણાવી રહ્યા છે કે, ચુંટણીનો રંગ હજુ બરાબર જામતો નથી. અને વાતમાં તથ્ય પણ છે. હાલ ટીવી પર કે અખબારોમાં ચુંટણીના મુદ્દાઓની ચર્ચાઓ અને ભાજપ-કોંગ્રેસ ની એકબીજા તરફી આક્ષેપ-પ્રતિ આક્ષેપની ચર્ચાઓને બદલે પાટીદારો વચ્ચેનો જંગ છેડાઈ ચુક્યો છે. અને એટલે જ ફરી એકવાર લોકોને પણ ઇવન લાગી રહ્યું છે કે, આ તો ચુંટણીનો જંગ છે કે, પાટીદારોની આંતરીક લડાઈ. અને વાતાવરણ જ કૈક એવું જામ્યું છે કે, હાર્દિક પટેલથી ચાલુ થયેલ પાટીદાર અનામત અંદોલન આજે એની દશા અને દિશા બદલી ચુક્યું છે. હાર્દિક બાદ નરેન્દ્ર પટેલ અને પાસના અન્ય કન્વીનારોમાં રેશમા પટેલ અને વરુણ પટેલે પણ આ રાજકીય બયાન્બજીમાં જંપલાવ્યું છે.
અને હાલ સ્થિતિ તે છે કે, પાટીદારના આંદોલન કે વિરોધનો બંનેમાંથી કોઈ પાર્ટી કોઈ રાજકીય લાભ લઇ શકશે નહિ કે એમના રોટલા શેકી શકશે નહિ. અને આ સિવાય ઇવન પાટીદારોને પણ કોઈ જ લાભ આ આંદોલન કે એના નેતાથી થશે નહિ.
પાટીદાર નેતાઓએ ચાલુ કરેલ સોદાબાજીના બંને તરફી વિડીઓ અને ઓડીઓ કલીપ એક પછી એક વાયરલ થઇ રહ્યા છે. અને આ કહેવાતા નેતાઓ ખુલ્લા પડી રહ્યા છે. અને આ બધી સ્થિતિના કારણે કોંગ્રેસને અગાઉ એમ લાગતું હતું કે તેઓ ફાવી ગયા છે. અને હવે પાટીદારોના મત એમને ખોબે ખોબે મળશે. પરંતુ પલ્લું ઊંધું પડ્યું છે અને ઉલટા નું એક તરફ કોંગ્રેસમાં જ હાર્દિકના આ ખુલ્લા સપોર્ટનો વિરોધ થઇ રહ્યો છે. તો સામે છેડે હાર્દિકને તડીપારના કોર્ટે કરેલ આદેશ બાદ હવે હાર્દિકે હવે ગુજરાત બહાર રહેવું પડશે.
જો કે, સામે છેડે ભાજપે પણ રેશમા પટેલ અને વરુણ પટેલને ૨ જ દિવસમાં ભાજપમાં સમાવી આ બંને પાટીદાર નેતાની ઈમેજનું ધોવાણ કર્યું છે. કેમ કે લોકો પણ જાણે જ છે કે આ એક રાજકીય સોદો છે. અને આમાં લોકોનું કોઈ હિત સમાયું નથી. ટૂંકમાં શિયાળ તાણે સીમ ભણી અને કુતરું તાણે ગામ ભણી જેવો ઘાટ થયો છે. આ નેતાઓ પાટીદારોનું હિત જોવાને બદલે એમનું અંગત હિત જોઈ રહ્યા છે એવો સાફ મેસેજ લોકોમાં જઈ રહ્યો છે.
આટલું ઓછુ હોય એમ પાટીદારોમાં હાર્દિકની અત્યત ઉંચી આવેલ લાઈફ સ્ટઈલ વિષે પણ અવાર નવાર ચર્ચાઓ થાય છે. હાર્દિકની એક ડ્રાઈવર તરીકેની સફર થી ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણોની ચર્ચો છેડચોક થઇ રહી છે. તેવામાં એ પણ જાહેર થયું છે કે, ભાજપનો વિરોધ કરાવવા જીલ્લા પંચાયતની ગ્રાન્ટના નાણાનો પણ દુરુપયોગ થતો હતો. તેમજ કોંગ્રેસ વખતોવખત નાણા પુરા પડતું આવ્યું છે. જીલ્લા પંચાયતની ૭૫ લાખની ગ્રાન્ટમાં થી ૨૫ લાખ પાસના કન્વીનરને આપવામાં આવ્યા હતા.
ત્યારે એક વાત નક્કી છે કે, ડીસેમ્બરમાં ચુંટણી પૂરી થાય એ પહેલા હજુ કેટલાય પત્તા ખુલશે. અને આ બધા ખેલ રાજનીતિની આડમાં જ ખેલાશે. જો કે આ બધા ડ્રામામાં કોઈ પબ્લિકના દિલને પણ પુછે કે એના પર શું વીતતી હશે?? એ ભરોષો કરે તો પણ કોનો કરે???