હાલ દેશ મા ફેલાઈ રહેલા કોરાના વાઇરસ ના સક્રમણ થી રક્ષણ મળે તે માટે વઘઇ ગ્રામ પંચાયત અને પુર્વ ધારાસભ્ય મંગળભાઇ ગાવિત ના સહયોગ થી વઘઇ નગર ના મંદિર ફળીયા દરગાહ ફળીયા ચાર રસ્તા મેઇન બજાર સહિત સરકારી કચેરીઓ તેમજ સરકારી નિવાસસ્થાનો માં સાપુતારા ફાયર બ્રિગેડ ની ટીમ સહિત વઘઇ નગર ના સેવા ભાવી યુવાનો ની મદદ થી સમ્રગ વઘઇ નગર માં સેનેટાઇજર નો છંટકાવ કરી કોરોના વાઇરસ થી બચવા માટે વઘઇ નગર ને સેનેટાઇજર કરાવામાં આવ્યુ છે જયારે વઘઇ તાલુકા ના સાકરપાતળ શામગહાન જેવા ગામોમાં પણ કોરોનાને લઈને લઇ લોકો માં જાગુતિ જોવા મળી હતી જેને લઇ તકેદારી ના ભાગ રૂપે શામગહાન સાકરપાતળ જેવા ગ્રામ્ય વિસ્તાર માં પણ વહીવટીતંત્ર અને પૂર્વ ધારાસભ્ય ના સહયોગથી જાહેર જગ્યા એ અને ઘરે ઘરે સેનેટાઈઝર નો છંટકાવ કરીને ઝડપી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ સામે રક્ષણ મળી શકે અને કોરોના વાઇરસ નુ સંક્રમણ ગ્રામ વિસ્તારમાં ફેલાઈ ન શકે એ માટે સાપુતારા ફાયરબ્રિગેડે ની ટીમ સહિત વઘઇ ગામના સેવાભાવી યુવાન રીતેશ પટેલ રોહિત સુરતી દિપ્તેશ પટેલ સરપંચ મોહન ભોયે એ સાથે રહીને સમ્રગ વઘઇ નગર માં સેનેટાઈઝર નો છંટકાવ કર્યો હતો.