ભારતની માજી વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર ઍલ સરિતા દેવી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન રચાનારા ઇન્ટરનેશનલ બોક્સિંગ ઍસોસિઍશન (ઍઆઇબીઍ)ના ઍથ્લીટ કમિશનના સભ્ય બનવા માટે નોમિનેટ થઇ છે. 37 વર્ષિય બોક્સર સરિતા દેવી 8 વાર ઍશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતી છે. જેમાં 5 ગોલ્ડનો સમાવેશ થાય છે.
હાલમા તે ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશનની કાર્યકારી કમિટીમાં ઍથ્લીટ પ્રતિનિધિ છે. ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશને વિશ્વ સંસ્થામાં પદ માટે તેનું નામ પસંદ કર્યુ છે. ઍઆઇબીઍ ઍથ્લીટ કમિશન પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન મતદાન દ્વારા રચવામાં આવશે.
મણીપુરની આ લાઇટવેઇટ કેટેગરીની અનુભવી બોક્સરે કહ્યું હતું કે નિશ્ચિત પણે મારા માટે નોમિનેટ થવું ઍ ગર્વની વાત છે. પણ હું સમજુ છું કે જો મને પસંદ કરી લેવામાં આવશે તો તે મોટી જવાબદારી હશે. માજી નેશનલ ચેમ્પિયન અને 2014 કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ સરિતા ઍશિયાઇ વિસ્તારની અત્યાર સુધીની ઍકમાત્ર દાવેદાર છે. તે બિનહરીફ ચુંટાઇ આવે તેવી સંભાવના છે. કારણકે કમિશન દરેક પાંચ ઝોનલ ઍસોસિઍશનમાં દરેકમાંથી ઍક પુરુષ અને ઍક મહિલા બોક્સરની પસંદગી કરશે.