કોરોના વાયરસે અમદાવાદ ને પોતાના પંજા માં જકડી લીધું છે અને દિનપ્રતિદિન કેસો વધી રહયા છે ત્યારે અમદાવાદમાં બે પોલીસકર્મીઓ નો રિપોર્ટ પોઝીટીવ આવતા સતત કામ કરી રહેલી પોલીસ ની સુરક્ષા માટે અમદાવાદ ના નરેન્દ્રમોદી વિચારમંચ,કવિસ પેસ્ટ કંટ્રોલ અને સત્ય ડે ડોટકોમ મીડિયા હાઉસ ના સયુંકત ઉપક્રમે અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન ની ગાડીઓ ને સેનેટાઇઝ કરવા ની કામગીરી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આજે અમદાવાદ ના નારણપુરા પોલીસ સ્ટેશન ,ઘાટલોડિયા પોલીસ સ્ટેશન,સોલા પોલીસ સ્ટેશન અને પાલડી પોલીસ સ્ટેશન ને આખું સેનેટાઇઝ કરવા માં આવ્યું હતું. કામગીરી જોઈ ને પોલીસ જવાનો માં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
અત્રે નોંધનીય છેકે લોકડાઉન ના આજે 20 દિવસ પુરા થઇ રહ્યા છે ત્યારે પોલીસ , ડોકટર , પત્રકાર સહિત સફાઈ કામદારો પણ સતત કોરોના સ્થિતિ માં પણ કાર્યરત રહ્યા છે ત્યારે પોલીસ પણ રાત દિવસ ફરજ બજાવતી હોઈ તેઓ ની સલામતી માટે સેનેટરાઈઝ કરી એક સેવા અને દેશના જાગૃત નાગરિક તરીકે સેવાધર્મ બજાવ્યો હતો.