નવી દિલ્હી: કોરોના સમયગાળામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પીએમ જન ધન યોજનાના ખાતામાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. એસબીઆઇ ઇકોરાપ (SBI Ecowrap)ના અહેવાલ મુજબ, પીએમજેડીવાય ખાતાઓની કુલ સંખ્યા હવે 1.31 લાખ કરોડ છે. આ ખાતાઓમાં કુલ 1.31 લાખ કરોડ રૂપિયા જમા થયેલ છે. રિપોર્ટ અનુસાર, જન ધન એકાઉન્ટ્સ 1 એપ્રિલથી લગભગ ત્રણ કરોડ સુધી ખોલવામાં આવ્યા હતા, જેમાં 11,060 કરોડ રૂપિયા જમા થયા હતા.
રિપોર્ટ અનુસાર લોકડાઉન પછી નવા જન ધન ખાતા ખોલવામાં ઘટાડો થયો હતો, એપ્રિલ સુધીમાં દર નીચામાં આવી ગયો હતો. તેમાં જૂન અને જુલાઈ મહિનામાં વધારો જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં તે કોરોના પહેલા સ્તરે પહોંચ્યો હતો. આમાંથી, અનુમાન લગાવી શકાય છે કે પરપ્રાંતિય મજૂરો ફરી એકવાર તેમના કામ પર પાછા ફર્યા છે. રિપોર્ટ અનુસાર દિવાળી સ્તર વધુ ઝડપથી જોવા મળી શકે છે.
એસબીઆઈએ જન ધન ખાતાઓને ગુના સાથે જોડવાનો પણ અભ્યાસ કર્યો હતો, તેવું બહાર આવ્યું હતું કે જનધન ખાતાને કારણે ગુનામાં પણ ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં જનધન ખાતાને કારણે ગુનાનો ગ્રાફ ઘટતો જોવા મળ્યો હતો. જનધન ખાતાઓને કારણે પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં પણ ફાયદો થયો.
એસબીઆઈના રિપોર્ટ અનુસાર એપ્રિલમાં જન ધન ખાતામાં જમા કરાયેલ સરેરાશ રકમ 3400 રૂપિયા હતી. તે સપ્ટેમ્બરમાં ઘટાડો નોંધાવે છે અને તે 3168 રૂપિયા પર આવી ગઈ છે. પરંતુ તેમાં ઓક્ટોબરમાં ફરીથી થોડો વધારો જોવા મળ્યો. જન ધન ખાતામાં જમા કરાયેલ સરેરાશ રકમ ઓક્ટોબરમાં વધીને 3185 થઈ ગઈ છે.