હજુ સુધી તમે માત્ર કેરી, લીંબુ, મરચાં, ગાજર, મૂળા અને આમળાના અથાણાનો જ ટેસ્ટ કર્યો હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લંડનના એસેક્સમાં એક એવી દુકાન છે જ્યાં માણસના અંગોનું અથાણું વેચાય છે. આ દુકાનની અંદર એવી ખતરનાક વસ્તુ રાખેલી છે કે ત્યાં જતાં પહેલા 10 વાર વિચારવું પડે. આ દુકાનમાં ઘુસતાં હાથ-પગ, ખોપરી, નખ, જાનવરોની ખોપરી, તેના અવશેષ અને ઘણી ડરાવે તેવી અજીબોગરીબ વસ્તુ ડબ્બામાં બંધ કરેલી તમને જોવા મળશે. આ દૃશ્ય જોતા કોઈ ડરાવનારી ફિલ્મ જેવું લાગશે. આ દુકાનનું નામ ‘ક્યૂરોસિટીઝ ફ્રોમ ધ ફિફ્થ કોર્નર’ છે. જેના માલિકનું નામ હેનરી સ્ક્રેગ છે. હેનરીએ તેની આ દુકાનમાં સૈંકડો એવી વસ્તુ રાખી છે, જેને જોઈ લોકો ડરી જાય છે.
તેની આ દુકાનમાં એક વ્યક્તિનો કપાયેલો હાથ, મહિલાઓનું ગર્ભ, અંડાશય અને નવજાત બાળકનું શવ પણ સામેલ છે. જેને અથાણું નાખવાની બરણીમાં બંધ કરીને રાખવામાં આવ્યું છે. હેનરીનું કહેવું છે કે, હું સમજું છું કે લોકો આ ખરીદવાનું પસંદ નથી કરતાં અથવા તેને વેચવા પર મને ખરાબ માને છે કેમ કે સમાજના રૂપમાં સામાન્ય રીતે અન્ય સંસ્કૃતિઓની પરંપરાની આપણને જાણ નથી હોતી, પરંતુ મને લાગે છે કે ઘણી એવી વસ્તુ છે જેને લોકો ક્યારેય નથી જોઈ શકતા. એવામાં લોકો આ દુકાનમાં આવીને શરીર સાથે જોડાયેલી ઘણી વસ્તુ જોઈ શકે છે અને પસંદ આવવા પર તેને ખરીદી પણ શકે છે. હેનરીની આ શોપને મેડિકલ બોર્ડની મંજૂરી પણ મળી છે. હેનરી બતાવે છે કે તેના આ દુકાનમાં માણસના અંગોથી લઈ જાનવરોના અંગો અને એવી સૈંકડો અજીબોગરીબ વસ્તુ રાખે છે.
તેની કિંમત 10 યુરોથી લઈ 2650 યુરો એટલે કે 2.5 લાખ રૂપિયા સુધી છે. આ કામ માટે તે લાવારિશ ડેડબોડી અથવા ડોનેટ કરેલી ડેડબોડીનો ઉપયોગ કરે છે. તે પહેલા શબોને અથવા અંગોને ફોર્મલડિહાઈડમાં ડુબાડે છે, જેનાથી અંગોના ટિશૂ(માંસ) ખરાબ થવાનું બંધ થઈ જાય છે. તેના પછી આલ્કોહોલમાં ડુબાડી દે છે. હેનરીનું કહેવું છે કે સમય-સમય પર આ જારનું પાણી બદલવું પડે છે. જેથી અંગ સુરક્ષિત રહી શકે.