દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનું કહેવું છે કે, તહેવારોની સીઝનમાં યાત્રી વાહનોની માંગ વધવાથી મંદીમાંથી પસાર થઈ રહેલ ઓટો ઉદ્યોગ ફરીથી ઊભો થઈ જશે, પછી ભલે સરકાર આમાં કોઇ મદદ કરે કે ન કરે. કંપનીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાની ચિંતા અને ચૂંટણીના કારણે ઓટો ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી હતી, પરંતુ હવે બજારમાં નવાં મોડેલ અને કંપની દ્વારા આકર્ષક રજૂઆતના કારણે ગ્રામીણ બજારોમાં પણ માંગ વધશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું, ‘સરકાર ઉદ્યોગને મદદ કરશે કે નહીં. ક્યારે અને કેટલી મદદ આપશે અને મદદ અત્યારે કરશે કે પછી.. આ બધા બાબતે અમે કઈં જાણતા નથી. અમે તો બસ અમારા રવૈયાને વધારે રચનાત્મક રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.’ વધુમાં તેમણે કહ્યું કે વાહન ઉદ્યોગ સરકારને રાહત પેકેજ રૂપે વાહનો પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનું કહી રહ્યા છે.
40,618 વેગન આર પાછી મંગાવી
મારુતિ સુઝુકીની નળીની સમસ્યાને સરખી કરવા આટે એક લીટર એન્જિન વાળી 40,618 વેગર આર પાછી મંગાવવામાં આવી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેમણે 15 નવેમ્બર, 2018 થી 12 ઑગષ્ટ, 2019 વચ્ચે બનેલ વેગન આરને પાછી મંગાવવાનો નિર્ણય જાતે જ લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ આ કારોની ઈંધણની નળીની તપાસ કરશે, જેમાં સમસ્યાની આશંકા છે અને જો કારોમાં કોઇપણ સમસ્યા જણાશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.