આજે શેર માર્કેટે એક કરતાં વધારે રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે આજે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો, માર્કેટ કૈપિટલાઈઝેશન 143.45 લાખ કરોડ પર પહોંચ્યુ તે અને એક જ કલાકમાં રોકાણકારોએ 5 લાખ કરોડ મેળવ્યા તેનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેન્સ ટેક્સ સરચાર્જમાં છૂટ આપવાની જાહેરાત નાણા મંત્રીએ કરતાની સાથે જ શેર માર્કેટ જાણે કે ઝુમી ઉઠ્યુ હતુ. બપોરે બે કલાક અને 20 મિનિટ પર BSE સેન્સેક્સે 2,280 પોઈન્ટનો ઉછાળો મેળવ્યો હતો. જો કે હવે આ 2200 પોઈન્ટના ઉછાળા સાથે 38,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં ફક્ત એક દિવસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા 18 મે, 2009માં બજારમાં 2110 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
આઓ જાણીએ બજારે ક્યારે ક્યારે છલાંગ લગાવી:
20 સપ્ટેમ્બર 2019 2208 પોઈન્ટનો ઉછાળો
18 મે 2019 2110 પોઈન્ટનો ઉછાળો
20 મે 2019 1421 પોઈન્ટનો ઉછાળો
25 જાન્યુઆરી 2008 1139 પોઈન્ટનો ઉછાળો
25 માર્ચ 2008 928 પોઈન્ટનો ઉછાળો
14 નવેમ્બર 2007 893 પોઈન્ટનો ઉછાળો
23 ઓક્ટોબર 2007 878 પોઈન્ટનો ઉછાળો
1 માર્ચ 2016 777.35 પોઈન્ટનો ઉછાળો
12 ઓક્ટોબર 2015 732.43 પોઈન્ટનો ઉછાળો
10 સપ્ટેમ્બર 2013 727.03 પોઈન્ટનો ઉછાળો
એક કલાકમાં રોકાણ કારોએ મેળવ્યાં 5 લાખ કરોડ રૂપિયા:
બોમ્બે સ્ટોક એક્સચેન્ડના ડેટા અનુસાર બજારમાં માર્કેટ કૈપિટલાઈઝેશન (MCap) 143.45 લાખ કરોડ રૂપિયે પહોંચી ગયુ હતુ જે ગુરૂવારે 138.54 લાખ કરોડ રૂપિયા હતો. એટલેકે 5 લાખ કરોડનો વધારો થયો છે.